View Hymn (Bhajan)
Hymn No. 1356 | Date: 11-Sep-19951995-09-111995-09-11છે પ્રભુ જે તારે સહારે, જીવનમાં ના એ તો ડૂબવાનો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-prabhu-je-tare-sahare-jivanamam-na-e-to-dubavano-chheછે પ્રભુ જે તારે સહારે, જીવનમાં ના એ તો ડૂબવાનો છે
ડૂબી જાય ભલે કિસ્તી એની, તોય ના એ ડૂબવાનું છે
ભલે ના આવડતું હોય એને તરતા રે, સાગરમાં તોય ના એ ડૂબે છે
છે સહારો, છે તારો આશરો, એનો તો તું બનવાનો છે
કિસ્તી બની લાવીશ તું એને કિનારે, પાર લગાડવાનો છે
કરીશ ભલે લાખ કસોટી, તોય એને તું ઉગારવાનો છે
ધડકને ધડકનમાં રહ્યો બોલતો જેનો વિશ્વાસ છે
નિઃસંદેહ કર્યો એનો તે જીવનમાં ઉદ્ધાર છે, છે પ્રભુ……
હૈયામાં જેના તારા કાજે, જાગ્યો સાચો પ્યાર છે
જીવનમાં પ્રભુએ એનો પકડયો સદા હાથ છે, છે પ્રભુ ….
છે પ્રભુ જે તારે સહારે, જીવનમાં ના એ તો ડૂબવાનો છે