View Hymn (Bhajan)
Hymn No. 1355 | Date: 11-Sep-19951995-09-111995-09-11પીવો છે, પીવો છે, પીવો છે જામ પ્યારનો મારે તો પીવો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pivo-chhe-pivo-chhe-pivo-chhe-jama-pyarano-mare-to-pivo-chheપીવો છે, પીવો છે, પીવો છે જામ પ્યારનો મારે તો પીવો છે
તારા પ્યાર ભર્યા હાથે પીવરાવે તું મને જામ પ્યારનો, તારા હાથે પીવો છે
ના રહે મને કોઈ હોંશ બાકી, ત્યાં સુધી પીવરાવે તું ,જામ તારા હાથે પીવો છે
ભૂલીને બધા નશાને, આ એક નશામાં મારે ડૂબ્યા રહેવું છે, પીવો છે
છલકતા મયના પ્યાલા પીવરાવે કદી તું મને, પીવરાવું કદી હું તને
એક જ પ્યાલામાંથી પીએ આપણે, દિલની મહેફિલનો રંગ જમાવવો છે
જન્મોજન્મથી છું પ્યાસો, પ્યાસ મારી આજ તું બુઝાવી દે, પીવારવી દે ….
તારા પ્યારની બેખુદીમાં, તારી સંગ સંગ મને રહેવું છે પીવા દે તારા
ભૂલીને અન્ય મસ્તી તારી, મસ્તીમાં મસ્ત બનવું છે, પીવો છે
અલગતાનો, જુદાઈનો હર એક અહેસાસને મિટાવવો છે, પીવો છે
પીવો છે, પીવો છે, પીવો છે જામ પ્યારનો મારે તો પીવો છે