View Hymn (Bhajan)
Hymn No. 1357 | Date: 12-Sep-19951995-09-121995-09-12ધીરે ધીરે ધીરે તારી વાત પ્રભુ મને સમજાતી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dhire-dhire-dhire-tari-vata-prabhu-mane-samajati-jaya-chheધીરે ધીરે ધીરે તારી વાત પ્રભુ મને સમજાતી જાય છે
સમજાય છે જ્યાં તારી વાત, આનંદ અનેરો એ આપી જાય છે
આચરણમાં જ્યાં એ આપોઆપ આવી રે જાય છે
જિંદગીમાં મારી રે પ્રભુ એ તો, મીઠાશ વધારતી ને વધારતી જાય છે
હૈયાની કડવાશથી મને મુક્ત ને મુક્ત કરતી જાય છે
નાની નાની વાત મને, તારી જલદી પ્રભુ ના સમજાય છે
પણ ધીરે ધીરે એ જ્યાં સમજાય છે, જીવનમાં ત્યાં ચમત્કાર સર્જાઈ જાય છે
નિરાશાની સખત બેડીને, ધીરેધીરે એ તોડતી જાય છે
જીવનના ધ્યેયનો ખ્યાલ ધીરે ધીરે, એ તો મને અપાવી જાય છે
હૈયામાં રે મારા પ્રભુ, પ્રેમને વધારતી જાય છે ધીરે ધીરે
ધીરે ધીરે ધીરે તારી વાત પ્રભુ મને સમજાતી જાય છે