View Hymn (Bhajan)
Hymn No. 1205 | Date: 22-Mar-19951995-03-221995-03-22છે સર્વ શક્તિમાન તોય, લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-sarva-shaktimana-toya-lachara-ne-lachara-kema-rahyo-chhe-manaviછે સર્વ શક્તિમાન તોય, લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?
આપી શકે બધું બધાને છે શક્તિથી ભરપૂર, તોય માંગતો રહ્યો છે માનવી
જીતી શકે હર જંગને તોય, હારતો ને હારતો રહ્યો છે માનવી
મસ્તક ઉઠાવવાને બદલે, મસ્તક ઝુકાવી જીવી રહ્યો છે માનવી
અન્યને સુખ આપવાને બદલે, ખુદ સુખ ભોગવવા પાછળ પાગલ છે માનવી
કરવું છે કાંઈક તોય, વિપરીત ને વિપરીત કરતો રહ્યો છે માનવી
માન અપમાન ભૂલવાને બદલે, એમાં ફસાતો રહ્યો છે માનવી
પડછાયાને પકડવામાં સમય વિતાવી રહ્યો છે માનવી
છે સર્વ શક્તિમાન તોય, લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?