View Hymn (Bhajan)
Hymn No. 1204 | Date: 12-Mar-19951995-03-121995-03-12દિલ પાસે સહુ કોઈ મજબૂર બની જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dila-pase-sahu-koi-majabura-bani-jaya-chheદિલ પાસે સહુ કોઈ મજબૂર બની જાય છે
શું સારું શું ના સારું, એ બંધુ ભુલાય છે
બન્યા જ્યાં મજબૂર, ત્યાં કાંઈ ના સમજાય છે
સમજાય છે અગર કાંઈ તોય, ના સમજ્યા કાંઈ પણ એવું લાગે છે
છે હાલત સહુની આવી રે, જગમાં ના કોઈ એમાં બાકાત છે
કોઈ ક્યારેક ને ક્યારેક દિલ આગળ સહુ કોઈ, મજબૂર બનતા જાય છે
કોઈ મજબૂરીમાં પણ હિંમતથી આગળ વધતો જાય છે, તો કોઈ તૂટી એમાં જાય છે
ના બનવું હોય મજબૂર તોય, કાંઈ એમાં ચાલે છે
છે દિલની બાઝી એવી કે જીતમાં પણ, હારતા ને હારતા જાય છે
આવી જાય કોઈ એકવાર એની રમતમાં, હાલ બે હાલ એના થઈ જાય છે
દિલ પાસે સહુ કોઈ મજબૂર બની જાય છે