View Hymn (Bhajan)
Hymn No. 1320 | Date: 21-Jul-19951995-07-211995-07-21સાચા પ્રેમને સદા મળ્યો પ્રભુનો સાથ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sacha-premane-sada-malyo-prabhuno-satha-chheસાચા પ્રેમને સદા મળ્યો પ્રભુનો સાથ છે
જીવનમાં રે તું ત્યાં શાને થાય ઉદાસ છે
તારા લાખ સવાલનો આ એક જ જવાબ છે, તું શાને થાય ઉદાસ
દિલમાં જાગી જ્યાં, તારા સાચા પ્રેમની પ્યાસ છે
પ્રભુ પણ પ્યારની સામે, પ્રભુતા છોડીને બન્યા એના દાસ છે
પ્રેમમાં રે તારા વિશ્વાસનો ભળ્યો જ્યાં સાથ છે
સમજી લે જીવનમાં રે તારા, બુલંદ તારો અવાજ છે
એવા રે જીવન પર, એવા રે દિલ પર પ્રભુને પણ નાઝ છે
મિલનની જગાવી જ્યાં તે હૈયામાં આશ છે, ત્યાં તું શાને……
છે જે પ્રેમને સહારે, સંભાળે એના પ્રભુ બધા વ્યવહાર, છે જીવનમાં
સાચા પ્રેમને સદા મળ્યો પ્રભુનો સાથ છે