View Hymn (Bhajan)
Hymn No. 40 | Date: 26-Aug-19921992-08-261992-08-26છીએ અમે કઠપૂતળા તારા ને તારા બનાવેલાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhie-ame-kathaputala-tara-ne-tara-banavelaછીએ અમે કઠપૂતળા તારા ને તારા બનાવેલા,
છે દોર તો અમારો તારા ને તારા આંગળામાં બાંધેલો,
નચાવીશ જેમ પ્રભુ તેમ નાચશું અમે,
છતાં બંધનમુક્ત પ્રભુ તે તો અમને મુક્યા,
ન અટકાવ્યા કોઈ કાર્ય કરતાં,
છતાં પણ ન સમજી શક્યા તારી મહાનતાને,
જે સમજ્યા તારી મહાનતાને, તે તો પોતે મહાન બની ગયા
છીએ અમે કઠપૂતળા તારા ને તારા બનાવેલા