View Hymn (Bhajan)
Hymn No. 39 | Date: 26-Aug-19921992-08-261992-08-26જે ક્ષણે પ્રભુમય બની ગયા, જીવન તો ત્યારેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=je-kshane-prabhumaya-bani-gaya-jivana-to-tyareજે ક્ષણે પ્રભુમય બની ગયા, જીવન તો ત્યારે
જીવી ગયા, બાકી તો છે બધું વ્યર્થ,
ભિંજાયા જ્યારે પ્રભુના ભક્તિભાવમાં,
વરસાદ ત્યારે જ વર્ષ્યો ગણાય,
નહીં તો એને માવઠું ગણાય,
રોમરોમ ખુલી જાય જ્યારે પ્રભુના સ્મરણથી,
પવન તો ત્યારે ફૂંકાયો ગણાય,
નહીં તો વંટોળ જ ગણાય,
જે ઘડીએ ધખાવી ધૂણી હૃદયમાં,
પ્રભુ નામની અગ્નિ પ્રગટી ત્યારે ગણાય,
નહીં તો ભડકા થયા ગણાય
જે ક્ષણે પ્રભુમય બની ગયા, જીવન તો ત્યારે