View Hymn (Bhajan)
Hymn No. 1202 | Date: 10-Mar-19951995-03-101995-03-10છૂટતો નથી મોહ તનનો, સમય વીતતો જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhutato-nathi-moha-tanano-samaya-vitato-jaya-chheછૂટતો નથી મોહ તનનો, સમય વીતતો જાય છે
બાજી હાથમાંથી છટકી જાય છે, તોય વાત ના સમજાય છે
બેરહેમ હાલત પર મારી, રહેમ ખાવી કે નહીં, ના સમજાય છે
આકર્ષણો ને આકર્ષણોમાં, મનડું મારું ખેંચાઈ જાય છે
મળમૂત્ર ભરેલા આ દેહનો મોહ, વધતો ને વધતો જાય છે
ખતા ખાઈ રહ્યો છે વર્ષોથી જેના કાજે, મન મારું આજ પણ ખતા ખાતું જાય છે
જોઈને આ દેહને મુગ્ધ બની, ભાન બંધુ એ ભૂલી જાય છે
વર્ષોની સાધના પળ એકમાં ભૂલી જાય છે, હાલમાં મારા બેહાલ કરી જાય છે
કિનારે આવવા સાથ દેવાને બદલે, મઝધારે મને ખેંચી જાય છે
જીતેલી બાઝીને હારમાં પલટાવતો, મને અંધ બનાવતો જાય છે
છૂટતો નથી મોહ તનનો, સમય વીતતો જાય છે