View Hymn (Bhajan)
Hymn No. 1201 | Date: 09-Mar-19951995-03-091995-03-09મટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=matatum-nathi-dilathi-re-mara-tarum-ne-marum-matatum-nathiમટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથી
છે સૂર એ તો એટલા પુરાના, એ સૂર ઉઠયા વિના રહેતા નથી
ઉઠે સૂર એવા પળ એક પણ, એના વિના વીતતી નથી
તારા મારાની માયાથી, બહાર હું આવી શક્તો નથી
છે હાલત એવી રે મારી, ચાહ્યા છતાં બદલી લાવી શક્તો નથી
માંગે છે કુરબાની એ બહુ મોટી, એ હું આપી શક્તો નથી
મારા ભલા કાજે પણ, હું કાંઈ કરી શક્તો નથી
કરવું છે બંધુ પણ, કરવામાં મન મારું સાથ દેતું નથી
છે હાલત એવી કે, જાણ્યા છતાં કાંઈ થાતું નથી
આવી હાલતમાં મારાથી, વધારે રહેવાતું પણ નથી
મટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથી