View Hymn (Bhajan)
Hymn No. 1841 | Date: 30-Oct-19961996-10-301996-10-30રહી ના શકે જ્યાં બે જણ પ્રેમથી, એવી પ્રેમસગાઈ શા કામનીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rahi-na-shake-jyam-be-jana-premathi-evi-premasagai-sha-kamaniરહી ના શકે જ્યાં બે જણ પ્રેમથી, એવી પ્રેમસગાઈ શા કામની
ફરિયાદોથી ને ઇલજામોથી ભરેલી હોય, એવી પ્રીત શા કામની
ના આપે જે જીવનમાં શાંતિ એવી લાગણીઓ શા કામની
અમૂલ્ય વસ્તુ હોય પાસે, ના આવે કરતાં ઉપયોગ તો એ શા કામની
છે આ જીવન તો છે બધું જીવન પછીની વાત શા કામની
ના આપી શકે કોઈને સાંત્વના જીવનમાં, એવી વાણી શા કામની
અન્યને દુઃખ ને દર્દથી હેરાન કરે, એવી હઠ શા કામની
સાથ હોવા છતાં ના હોય મનમેળાપ, એવી હાજરી શા કામની
ના આપે જે હૈયામાં સદભાવ ને આનંદ, એવી ભક્તિ શા કામની
ના હોય પ્રભુનામના જામથી ભરેલી છલોછલ, તો એ જિંદગી શા કામની
રહી ના શકે જ્યાં બે જણ પ્રેમથી, એવી પ્રેમસગાઈ શા કામની