View Hymn (Bhajan)
Hymn No. 4761 | Date: 05-Nov-20182018-11-052018-11-05દલીલો કરવાથી પ્રભુને પામી શકાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dalilo-karavathi-prabhune-pami-shakatum-nathiદલીલો કરવાથી પ્રભુને પામી શકાતું નથી
પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવવાથી કાંઈ થાતું નથી
અહંની પૂર્તિ કરવાથી જીવનમાં કાંઈ મળતું નથી
ખોટી નિંદામાં સમય નષ્ટ કરવાથી, પ્રાપ્ત કાંઈ થાતું નથી
ઈશ્વરને પામવો હશે તો, અંતરમાં ઊંડે ઊતરવું રે પડશે
એકાંત સાધ્યા વિના, જીવનમાં આગળ વધાતું નથી
વૈરાગ્યના વસ્ત્રથી અંતરને, સુશોભિત કર્યા વિના ચાલતું નથી
સત્યને સમજ્યા વગર ને જાણ્યા વગર, એ પચતું નથી
સત્ય પચાવ્યા વગર, જીવનમાં આગળ વધાતું નથી
દલીલો કરવાથી પ્રભુને પામી શકાતું નથી