View Hymn (Bhajan)
Hymn No. 4760 | Date: 05-Nov-20182018-11-052018-11-05પ્રભુ સહુની સાથે છે, એને ગોતવા જવાની જરૂર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-sahuni-sathe-chhe-ene-gotava-javani-jarura-nathiપ્રભુ સહુની સાથે છે, એને ગોતવા જવાની જરૂર નથી
પ્રભુ એ એક અનુભવ છે, એને કારમાં બાંધવાની જરૂર નથી
વહી રહ્યો છે હૃદયમાં સહુના, પ્રેમ સ્વરૂપે ઝરણું એ તો પ્રભુ છે
પામે સહુ જીવનમાં શરણ એનું, એ ભાવના તો પ્રભુ છે
જ્ઞાન બની ગંગારૂપે જે વહી રહ્યો છે, એ પ્રભુ છે
અંધકાર જીવનના જે હરી રહ્યો છે, એ પ્રભુ છે
શુભ શુભ ને શુભ સતત જે શુભ કરી રહ્યો છે, એ પ્રભુ છે
અહંને જે હરી રહ્યો છે, એ તો પ્રભુ છે
આંખમાં મસ્તી બની રહેનારો, હૈયામાં આનંદ બની ઝૂમનારો
જીવનમાં શાંતિ સ્થાપનારો, ચહેરા પર હાસ્ય બની ફરકનારો, એ પ્રભુ છે
અનુભવે અનુભવે અનુભવ કરશો, તમે માની બેઠા જેને તમારાથી દૂર
એ દૂર નથી, એ તો સદા-સર્વદા સાથે ને સાથે છે
પ્રભુ સહુની સાથે છે, એને ગોતવા જવાની જરૂર નથી