View Hymn (Bhajan)
Hymn No. 4762 | Date: 05-Nov-20182018-11-052018-11-05વેવલાવેડા કરવાથી, સાચી ભક્તિ થાતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vevalaveda-karavathi-sachi-bhakti-thati-nathiવેવલાવેડા કરવાથી, સાચી ભક્તિ થાતી નથી
ભક્તિ એ કાંઈ માયકાંગલાની બારાત નથી
કરવા પડે છે પૂર્ણ તૈયારી, પૂર્ણ તૈયારી વિના થાતી નથી
ખાલી ખોટી વાતો ને આડંબર કરવાથી, ભક્તિ થાતી નથી
ફુરસદ વેળાનો એ કોઈ વિષય નથી, ભક્તિ સાચી આમ થાતી નથી
કરે છે કેટલી તૈયારી, કર વિચાર જરા આ વાતનો તું
છોડવું પડે છે બધું, છોડવી પડે છે પોતાની જાતને
એના વિના જીવનમાં, આગળ વધાતું નથી
પોતાની જાતને વાડામાં પૂરીને, નવા વાડા બાંધીને ભક્તિ તો થાતી નથી
રમે મન જ્યાં સુધી માયામાં, ભક્તિ સાચી થાતી નથી
તારા-મારાના અંતર મિટાવ્યા વગર, એ પાંગરતી નથી
તૂહી તૂહી નો લાગ્યા વગર તાર, મનની વીણામાં ભક્તિ તો થાતી નથી.
વેવલાવેડા કરવાથી, સાચી ભક્તિ થાતી નથી