View Hymn (Bhajan)
Hymn No. 4462 | Date: 14-Feb-20152015-02-142015-02-14દર્દે દિલ પ્રભુનું તો સહુના કાજે, પ્યાર છલકાવતું રહ્યુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=darde-dila-prabhunum-to-sahuna-kaje-pyara-chhalakavatum-rahyumદર્દે દિલ પ્રભુનું તો સહુના કાજે, પ્યાર છલકાવતું રહ્યું
ના જોયા ગુણદોષ એણે, ના કાંઈ બીજું જોયું, દર્દે દિલનું એનું ….
બાળને કાજે કષ્ટ સદા એ, સહેતું ને સહેતું રહ્યું
ના કરી ફરિયાદ કદી એની એણે, ના કદી ખોટી આશમાં રહ્યું
પ્રેમસભર નયનોથી તો એ એના, બાળની વાટ જોતું રહયું
બાળના દિલમાં પ્રેમ જગાવવા, તે મોકા પર મોકા આપતું રહયું
ભાન ભૂલેલા બાળને ભાનમાં લાવવા, સતત યત્ન એ કરતું રહયું
પ્યારસભર પ્રભુ રે મારો, પ્યાર તો છલકાવતો ને છલકાવતો રહ્યો
દર્દે દર્દે દીવાનો બન્યો, દર્દ એ તો સદા હરતો રહ્યો
કરવા પ્યારના ઇઝહાર, રહે સદા તૈયાર, દર્દ કદી એણે ના દેખાડયું
દર્દે દિલ પ્રભુનું તો સહુના કાજે, પ્યાર છલકાવતું રહ્યું