View Hymn (Bhajan)
Hymn No. 4461 | Date: 14-Feb-20152015-02-142015-02-14પલકમાં પણ તમે, નજરમાં પણ તમે, વિશ્વમાં પણ તમે, વિશાળતામાં પણ તમેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=palakamam-pana-tame-najaramam-pana-tame-vishvamam-pana-tame-vishalatamamપલકમાં પણ તમે, નજરમાં પણ તમે, વિશ્વમાં પણ તમે, વિશાળતામાં પણ તમે
છો બધે જ્યાં તમે ને તમે, છો બધે જ્યાં તમે ને તમે,
આપો દૃષ્ટિ એવી, વસો દૃષ્ટિમાં રે એવા, નીરખું બધે તમને ને તમને
મુજમાં તમે, સહુમાં તમે, સોહમ તમે, શિવોહમ તમે, એકોહમ તમે ને તમે,
સમજમાં તમે, સમજણમાં તમે, અંતરમાં તમે, અંતરના ઊડાણમાં તમે ને તમે
ભૂલું સ્પરૂપ પ્રભુ, નીરખું બધે તમને ને તમને
આપો એવા આશિષ વાલા તમે, પાઉ બધે તમને ને તમને
રચું ને વસું એવું તમારામાં, રહો સદા પ્રભુ તમે ને તમે
દૂર નથી, પાસે નથી, સમાયા છો સહુમાં તમે તો, પ્રગટો નાથ હવે, તમે ને તમે
પ્રાગટ્ય રહે બસ તમારું ને તમારું, રહો બસ તમે ને તમે
ના રહે નિજ વિચાર, ના રહે કોઈ વ્યવહાર, બસ રહો ને રહો હવે તમે ને તમે
પલકમાં પણ તમે, નજરમાં પણ તમે, વિશ્વમાં પણ તમે, વિશાળતામાં પણ તમે