View Hymn (Bhajan)
Hymn No. 4463 | Date: 14-Feb-20152015-02-142015-02-14પ્રભુ પ્રગટો, પ્રભુ પ્રગટો, પૂર્ણેશ્વર હે યોગેશ્વર, તમે પ્રગટોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-pragato-prabhu-pragato-purneshvara-he-yogeshvara-tame-pragatoપ્રભુ પ્રગટો, પ્રભુ પ્રગટો, પૂર્ણેશ્વર હે યોગેશ્વર, તમે પ્રગટો
તારા-મારાનાં બધાં આવરણો દૂર કરો હે દેવ,
પૂર્ણમાં મળી, પૂર્ણમાં પ્રગટી, પૂર્ણતામાં વાસ કરો તમે
નથી કોઈ અલગતા, છતાં ના કાંઈ સમજાય, હે પ્રભુ પ્રગટો તમે,
હે પૂર્ણ યોગેશ્વર, હે પ્રભુ, પ્રેમસ્વરૂપે પ્રગટો તમે
ના જાણીએ કાંઈ, ના સમજીએ કાંઈ, બધું તો જાણે તમે,
અંતરના છુપાયેલા તાર, તેમના બધા ભેદ મિટાવો તમે
એકતાના તાર હૃદયમાં હવે તો છેડો તમે
અનુભૂતિમાં અવતરિત થઈને આવો, ના લગાડો વાર તમે
રંગમાં તમારા એકરસ કરી તમે, હે યોગેશ્વર પ્રગટો તમે, પ્રગટો તમે ...
પ્રભુ પ્રગટો, પ્રભુ પ્રગટો, પૂર્ણેશ્વર હે યોગેશ્વર, તમે પ્રગટો