View Hymn (Bhajan)
Hymn No. 4426 | Date: 22-Nov-20142014-11-222014-11-22ઇચ્છાઓનો અમારી અંત ના આવે, રોજ કરીએ નવા તંતSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhaono-amari-anta-na-ave-roja-karie-nava-tantaઇચ્છાઓનો અમારી અંત ના આવે, રોજ કરીએ નવા તંત,
પ્રભુજી રે વાલા કેમ કરી કહીએ, બીજું કાંઈ અમને ના જોઈએ
મનડું અમારું અહીંતહીં ભટકે, ચિત્તડું કેમ કરી તારામાં જોડીએ,
એક મળે ત્યાં બીજું જોઈએ, બસ એમાં ને એમાં રમીએ
પ્રીતડી બંધાણી છે સંગ તમારી, પણ ધ્યાન તમારું ના ધરીએ,
ઇચ્છાપૂર્તિ કરવા કાજે, પ્રભુ યાદ સદા તને કરીએ, પ્રભુજી ...
પામવું છે તને, મંઝિલ છે તું અમારી પણ યતન ના કાંઈ કરીએ
ના કરી શકીએ અર્પણ તને કાંઈ, તો સમર્પણ કેમ કરી કરીએ, પ્રભુજી
ઇચ્છાઓનો અમારી અંત ના આવે, રોજ કરીએ નવા તંત