View Hymn (Bhajan)
Hymn No. 1321 | Date: 21-Jul-19951995-07-211995-07-21ધરવા ચાહું હું જ્યાં તારું ધ્યાન છું, ત્યાં ઊઠે સેંકડો તૂફાન છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dharava-chahum-hum-jyam-tarum-dhyana-chhum-tyam-uthe-senkado-tuphana-chheધરવા ચાહું હું જ્યાં તારું ધ્યાન છું, ત્યાં ઊઠે સેંકડો તૂફાન છે
ધ્યાન મારું પ્રભુ ત્યારે થઈ જાય બેધ્યાન છે
એક ખ્યાલમાંથી જન્મે, અનેક ખ્યાલ, છે ધ્યાન મારું …
ઉપાધિ ને ચિંતા આવે છે એવી જાણે, આપ્યું મેં એને આહવાન છે
પ્રભુ આ કેવી રીત ને આ તે કેવો કમાલ છે
ધરવા ચાહું ધ્યાન તારું, ત્યાં ખયાલ બહાર રહી જાય છે
ઊઠતા તોફાનો ક્યારેક ડૂબતા તો ક્યારેક તણાતા જાય છે
બેસવું છે એક જગ્યાએ શાંતિથી, એ ના બેસાય છે
બે ધારી તલવાર જેવા મારા મનનું, મ્યાન તારું ધ્યાન છે
મૂકવા ચાહું છું મ્યાનમાં જ્યાં, ત્યાં જ યુદ્ધ શરૂ થઈ જાય છે
ધરવા ચાહું હું જ્યાં તારું ધ્યાન છું, ત્યાં ઊઠે સેંકડો તૂફાન છે