View Hymn (Bhajan)

Hymn No. 1322 | Date: 21-Jul-19951995-07-21સ્વાર્થના એ ભારથી હું કેમ દટાઈ ગયો છું, સ્વાર્થની સીડી કેમ ચઢતો જાઉં છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=svarthana-e-bharathi-hum-kema-datai-gayo-chhum-svarthani-sidi-kema-chadhatoસ્વાર્થના એ ભારથી હું કેમ દટાઈ ગયો છું, સ્વાર્થની સીડી કેમ ચઢતો જાઉં છું

હળવા પથ પર ચાલતા ચાલતા, કેમ હું ભારી ને ભારી બનતો જાઉં છું

વધવું છે આગળ જીવનમાં હિંમતથી, એ કેમ ભૂલતો જાઉં છું

છોડી આગળ વધવાનું, ઘાયલ થઇ કેમ અટકી જાઉં છું

આળસના એ ઓછાયા ઓઢી, ભ્રમણામાં ભૂલતો જાઉં છું

વિસામાને સમજી આરામ સ્થળે, સમય બરબાદ કરતો જાઉં છું

ભૂલીને જીવનમાં આનંદ માણવો, દુઃખમાં ડૂબતો જાઉં છું

સમજી સુખના પડછાયા પાછળ, દોડતો ને દોડતો જાઉં છું

દિલને દિલથી મેળવવાને બદલે, કેમ દૂર ને દૂર કરતો જાઉં છું

અહંકારના એ પડદામાં હું છુપાતો ને છુપાતો જાઉં છું

સ્વાર્થના એ ભારથી હું કેમ દટાઈ ગયો છું, સ્વાર્થની સીડી કેમ ચઢતો જાઉં છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

svārthanā ē bhārathī huṁ kēma daṭāī gayō chuṁ, svārthanī sīḍī kēma caḍhatō jāuṁ chuṁ

halavā patha para cālatā cālatā, kēma huṁ bhārī nē bhārī banatō jāuṁ chuṁ

vadhavuṁ chē āgala jīvanamāṁ hiṁmatathī, ē kēma bhūlatō jāuṁ chuṁ

chōḍī āgala vadhavānuṁ, ghāyala thai kēma aṭakī jāuṁ chuṁ

ālasanā ē ōchāyā ōḍhī, bhramaṇāmāṁ bhūlatō jāuṁ chuṁ

visāmānē samajī ārāma sthalē, samaya barabāda karatō jāuṁ chuṁ

bhūlīnē jīvanamāṁ ānaṁda māṇavō, duḥkhamāṁ ḍūbatō jāuṁ chuṁ

samajī sukhanā paḍachāyā pāchala, dōḍatō nē dōḍatō jāuṁ chuṁ

dilanē dilathī mēlavavānē badalē, kēma dūra nē dūra karatō jāuṁ chuṁ

ahaṁkāranā ē paḍadāmāṁ huṁ chupātō nē chupātō jāuṁ chuṁ
Explanation in English Increase Font Decrease Font

Why have I dug myself under the weight of selfishness, why am I climbing the ladder of selfishness?

Walking on the lighter path, why am I becoming heavier and heavier?

Want to walk ahead in life with determination, why do I forget that?

Giving up on walking ahead, why do I get wounded and get stuck?

Clothing myself under the garb of laziness, why do I forget everything in my delusions?

Considering a respite as a place for relaxation, I keep on wasting time

Forgetting happiness in life, why do I drown in sorrow?

Understanding shadows to be happiness, I run after it

Instead of heart to heart connection, why do I go far away?

In those curtains of ego, I keep on hiding and hiding myself.