View Hymn (Bhajan)
Hymn No. 1697 | Date: 13-Aug-19961996-08-131996-08-13ધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dharavani-chhe-dharavani-chhe-haiye-dhiraja-to-ghani-dharavani-chheધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છે
કરવાની છે, કરવાની છે, મુસીબતો તો ઘણી સર પાર કરવાની છે
કરીશ તું એમાં ક્ષણ બે ક્ષણની ગણતરી, ના એ કામ લાગવાની છે
અંત વિનાની આ સફર છે તારી જેનો અંત તારે શોધવાનો છે
અનંતની ખોજમાં તને પ્રયત્ન પુરુષાર્થ ઘણા કરવાના છે
થાકવાથી ના ચાલશે કે થકાવટ ને જ્યાં થકવવાની છે
સમજી-વિચારીને પગલું ભરજે તું કે પંથ ઘણો લાંબો છે
નામુમકીનને મુમકીન કરવા કાજે, કરવાની ઘણી તૈયારી છે
પડશે જરૂર હિંમતની તો ઘણી, ના પૂછજે કેટલી પડવાની છે
સવાલો કર્યા વગર, સમય ગુમાવ્યા વગર, મંઝિલ પહોંચવાનું છે
ધરવાની છે, ધરવાની છે, હૈયે ધીરજ તો ઘણી ધરવાની છે