View Hymn (Bhajan)
Hymn No. 4684 | Date: 15-Mar-20182018-03-152018-03-15ખુદની ઇચ્છાઓનો શિકાર ખુદ બન્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khudani-ichchhaono-shikara-khuda-banyaખુદની ઇચ્છાઓનો શિકાર ખુદ બન્યા
ગુનેગાર એમાં અન્યને ગણતા રહ્યા
સહુ કોઈ અહીં આવું જ તો કરતા રહ્યા
ભૂલીને રાહ સાચી, ચાલ્યા રાહે પોતાની
અંજામ આવતાં એના ઇલ્જામ અન્ય પર લગાડતા રહ્યા
સુખમાં ના કર્યું સ્મરણ ક્યારેય હરિ તારું
દુઃખ આવતાં જ ગુનેગાર તને ઠહેરાવતા રહ્યા
ના થઈ શક્યા જે ખુદ જ કદી ખુદના પૂરા
અન્યને બેવફા કહીને સાબિત શું કરતા રહ્યા
સુધરેલા સમજ્યા ખુદને પણ જડ જેવા જ રહી ગયા
ખુદની ઇચ્છાઓનો શિકાર ખુદ બન્યા