View Hymn (Bhajan)
Hymn No. 1358 | Date: 12-Sep-19951995-09-121995-09-12નચાવી જાય છે, નચાવી જાય છે મારી ઇચ્છાઓ, મને નચાવી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nachavi-jaya-chhe-nachavi-jaya-chhe-mari-ichchhao-mane-nachavi-jaya-chheનચાવી જાય છે, નચાવી જાય છે મારી ઇચ્છાઓ, મને નચાવી જાય છે
નથી ચાહતો હું નાચવા, તોય નાચતો ને નાચતો રહેવા પર, મારી ઇચ્છાઓ મને મજબૂર કરે
ન થવાનું થાતું ને થાતું જાય છે, હું બેબસ બનીને જોતો જાઉં છું
મારી બેબસીનો લઈ સહારો, જીવન હું જીવતો ને એમાં વિતાવતો જાઉં છે
કદી હાલત પર મારી મને હરખ, તો કદી પસ્તાવો થાય છે
વગર કોઈ ઉત્સવે, વગર તહેવારે રહ્યો છું નાચતો, નાચ મારા ના બંધ થાય છે
ક્યારેક ક્ષણિક આનંદ કાજે તો, ક્યારેક એમને એમ મને નચાવી જાય છે
જીવનના ના રંગાવાના રંગોમાં, મને એ તો રંગાવતો જાય છે
નાચી નાચ સતત, થાક મારો તો વધતો ને વધતો રે જાય છે
છે હાલત એમાં મારી રે, શું ના એ તો મને રે સમજાય છે
નચાવી જાય છે, નચાવી જાય છે મારી ઇચ્છાઓ, મને નચાવી જાય છે