View Hymn (Bhajan)
Hymn No. 4422 | Date: 07-Sep-20142014-09-072014-09-07દિલ ના એનાથી અજાણ છે, તારી અસીમ કૃપાની એને જાણ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dila-na-enathi-ajana-chhe-tari-asima-kripani-ene-jana-chheદિલ ના એનાથી અજાણ છે, તારી અસીમ કૃપાની એને જાણ છે
તારી કૃપા વહે સતત, એનાથી દિલ તો ના અજાણ છે
માટીના ખોળિયામાં તેં તો પૂર્યા પ્રાણ છે, દિલને એની જાણ છે
ભલે કર્યા મેં લાખ અપકાર, પણ દિલને એની જાણ છે
નથી કાંઈ તું અજાણ કોઈ વાતથી, તને બધી જાણ છે
દિલ છે જોડાયું ક્યાંક ને ક્યાંક, સંગ તારો એથી આ પમાય છે
જોડાયા જ્યાં જોડાણ સંગ તારી, સુધર્યા એના જીવનના વ્યવહાર છે
તારી કૃપાથી અનેકો તો ઉતર્યા ભવપાર છે, આ વાતની બધાને જાણ છે
અનંત ને અસીમ કૃપા એ તારી પ્રભુ, ખોલ્યાં અનહદ શાંતિનાં દ્વાર છે
કૃપાપાત્ર બન્યા જે, થયા એના બેડા પાર છે.
દિલ ના એનાથી અજાણ છે, તારી અસીમ કૃપાની એને જાણ છે