View Hymn (Bhajan)
Hymn No. 4421 | Date: 07-Sep-20142014-09-072014-09-07એક એક ઇશારતમાં, તારો પ્યાર ભર્યો ભર્યો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-eka-isharatamam-taro-pyara-bharyo-bharyo-chheએક એક ઇશારતમાં, તારો પ્યાર ભર્યો ભર્યો છે
એક એક ઇશારત તારી પ્રભુ, મને પ્યાર કરતી જાય છે
મારી મનની વેદના, મારાથી સહન થાય કે નહીં
પ્રભુ તુજથી ના એ સહેવાય છે, એક એક ...
દીલમાં દુઃખે મને ત્યાં, દર્દ તને તો જરૂર થાય છે
અનુભવ છે આ દીલનો, દીલનો આ એકરાર છે
સુંદરતાને મારી નિખારતો ને નિખારતો જાય છે
વિકારો ને આકારોના ભેદ, દિલથી મિટાવતો જાય છે
પરમ પથ તરફ પ્રયાણ મારું, એ કરાવતો જાય છે
એક એક ઇશારતમાં, તારો પ્યાર ભર્યો ભર્યો છે