View Hymn (Bhajan)
Hymn No. 4655 | Date: 21-Oct-20172017-10-212017-10-21કોઈ ગમા-અણગમામાં ખોવાતા રહ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koi-gamaanagamamam-khovata-rahyaકોઈ ગમા-અણગમામાં ખોવાતા રહ્યા
કોઈ સ્વાર્થના રંગે રંગાતા રહ્યા
ભેગા મળી પૂજન તો બધા કરતા રહ્યા
ઇશારે એના તો બહુ ઓછા ચાલી શક્યા
કોઈક અહંકારમાં ઊભરાતા રહ્યા
કોઈક દંભમાં રૂપ પોતાનં બદલાતં રહ્યા
સમજ્યા વગર સાચી સમજને, પોત નવાં પ્રકાશતા રહ્યા
ગુરુજી ગુરુજી કરીને, ઇચ્છાપૂર્તિનું પૂજન કરતા રહ્યા
સત્ય સમજવાની વાતો કરી, જ્યારે કહેવાયું એને વખોડતા રહ્યા
મધ્યના મધ્યમાં પણ રાખી પોતાની જાતને,
જાત ભૂલવાનું વીસરતા રહ્યા
સત્ય-અસત્યને સમજ્યા વગર, એના ઝઘડામાં ઝઝૂમતા રહ્યા
વાદવિવાદ ને વર્ચસ્વમાં, ઓળખવાનું પોતાને ભૂલતા રહ્યા
ખોવાઈ ગયા લોકોમાં એવા કે, ઈશ્વરને વીસરી ગયા
કોઈ ગમા-અણગમામાં ખોવાતા રહ્યા