View Hymn (Bhajan)
Hymn No. 4160 | Date: 04-Jul-20012001-07-042001-07-04ડુંગર ડુંગર ના રહ્યો જ્યાં કૃપા ઉતરી તારી, ડુંગર પણ ઉંદર બની ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dungara-dungara-na-rahyo-jyam-kripa-utari-tari-dungara-pana-undara-baniડુંગર ડુંગર ના રહ્યો જ્યાં કૃપા ઉતરી તારી, ડુંગર પણ ઉંદર બની ગયો,
છૂપા રુસ્તમ છૂપા ભલે રહ્યા, તારી નજર ફરતા અંદાજ અમને એનો મળી ગયો,
નજરમાં ના આવ્યું હતું જીવનમાં જે નજર મળી જ્યાં તારી જીવનમાં એ સમજાઈ ગયું,
પ્રેમ તરસ્યા મારા દિલને નજર તારી નજરનું બિંદુ મળ્યું, સમજાઈ ગયું પ્રેમબિંદુ મળી ગયું,
કરી હશે ભૂલો ઘણી જીવનમાં અમે, અરે ખોયો જ્યાં વિશ્વાસ ભૂલીને પહાડ બની ગયું,
સહારો મળ્યો નથી જીવનમાં જેને તારો નિઃસહાય બન્યા વિના જીવનમાં રહેવાનો નથી,
ઉતરી તારી કૃપા જેના પર પળભરમાં એના તો બધા નજારા બદલાઈ ગયા,
સમજવાવાળા તો સમજી ગયા, બાકી બધા તો આશ્ચર્યચકિત થઈ ગયા,
બંજર ધરતી પણ પળ એકમાં હરિયાળીથી હરીભરી થઈ ગઈ,
કૃપા તારી અશક્યને શક્યમાં પળ એકમાં બદલી ગઈ.
ડુંગર ડુંગર ના રહ્યો જ્યાં કૃપા ઉતરી તારી, ડુંગર પણ ઉંદર બની ગયો