View Hymn (Bhajan)
Hymn No. 4161 | Date: 04-Jul-20012001-07-042001-07-04તને શોધવા નજર પહોંચતી નથી, તને જાણવા અંતરમાં ઊંડે ઉતરતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tane-shodhava-najara-pahonchati-nathi-tane-janava-antaramam-unde-utaratiતને શોધવા નજર પહોંચતી નથી, તને જાણવા અંતરમાં ઊંડે ઉતરતી નથી,
અરે ઓ મારા રે સરકાર થા હવે તું મહેરબાન, આવી નજરમાં જા સમાઈ,
જાણું ના કોઈ બીજી કમાણી, જાણું છું એક સાચી કમાણી જે તારા નામમાં છે સમાઈ,
તારા વિના મારા હર ખ્વાબ અધૂરા રહે મારા દિલના કે સરકાર ……
એકવાર ખ્વાબમાં દર્શન દેજો રે આજે ના કરજો કોઈ બીજી વાત,
હર અદા તમારી લે છે જાણી, હૈયાની વાત અમારી જાણીને ના રહેજો અજાણ,
માંગતા ના તમે અમારી પાસેથી અમારી રે પહેચાન, અરે કરતા ના આવું તમે કામ,
ઘણા ગુનાહ કર્યા છે અમે તો તારા, ભૂલીને બધું તો આજ થા હવે તું મહેરબાન,
પ્યારથી ને વાલથી પુકારીએ તને રે, આજ કરીને અમારી દરકાર આવો પાસ મારી .....
નથી અમે સમર્થ તારા જેવા તોય કરે તું શીદને અમારા પર નવા નવા ઘા, ઓ મારા ....
તને શોધવા નજર પહોંચતી નથી, તને જાણવા અંતરમાં ઊંડે ઉતરતી નથી