View Hymn (Bhajan)
Hymn No. 4159 | Date: 04-Jul-20012001-07-042001-07-04ખરા પ્રેમથી કહીદે જે રે તું પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khara-premathi-kahide-je-re-tum-prabhuખરા પ્રેમથી કહીદે જે રે તું પ્રભુ,
મને તારા વિના નહીં ચાલે, તને શું મારા વિના ચાલશે કે નહીં,
યકીન દઈ દઈને પણ તું છટકી જાય છે, મારાથી નવું કાંઈ થાશે નહીં,
નજર ફેરવી ફેરવીને થાક્યો હું, નજરમાં ના આવ્યો તું કારણ તે કહયું નહીં,
કર્યા લાખો વિચાર બંધબેસતા કારણ જાણવાને, કારણ એક એમાં જડ્યું નહીં,
થાકી ઉતર્યો જ્યાં ધ્યાનામાં ઊંડે હું, મસ્તીભર્યું હસતું મુખ તારું દેખાયું,
દેખાતા તારું મુખડું, ભૂલ્યો હું તો, ભૂલ્યો હું તો ભાન મારા રે, ભૂલ્યો કે તને કાંઈ પૂછ્યું નહીં,
સવાલ જવાબ હતા મારી પાસે, પણ સાથ મેં એમને ત્યારે આપ્યો નહીં,
થાતા ઓઝલ તારું રે મુખડું, આવ્યો પાછો એ ખયાલ કે મને તારા વિના .....
કરી ઘણી કોશિશો જીવનમાં મેં મારા, સવાલનો જવાબ તે આપ્યો નહીં .
ખરા પ્રેમથી કહીદે જે રે તું પ્રભુ