View Hymn (Bhajan)
Hymn No. 246 | Date: 24-Jul-19931993-07-241993-07-24ડુંગરા દૂરથી લાગે રળિયામણાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dungara-durathi-lage-raliyamanaડુંગરા દૂરથી લાગે રળિયામણા
એની ટોચ લાગે બહુ સોહામણી
ચઠાણ છે એના તો બહુ આકરા
આવે વચ્ચે કંટક ને કાંકરા
ડગ ડગ છે ખાડા ને ટેકરા
જ્યારે નીકળશે લોહી, પડશે છાલા
મળશે ત્યારે અમીના પ્યાલા
થાક તારો તો ત્યાં મટી જાશે
દુઃખદર્દ દિલમાંથી હટી જાશે
હશે એ દૃશ્ય બહુ ન્યારું
લાગશે તને તો બહુ પ્યારું
જોઈશ રૂપ મંજિલનું તું જ્યારે સોહામણું
ડુંગરા દૂરથી લાગે રળિયામણા