View Hymn (Bhajan)
Hymn No. 249 | Date: 25-Jul-19931993-07-251993-07-25છવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhavai-gayo-haiye-andhakara-chhavai-gayoછવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયો
ક્ષણ બે ક્ષણમાં તો કામ એનું તમામ કરી ગયો
જ્યાં હૈયે અંધકાર છવાઈ ગયો,
બેઠી હતી હું પ્રભુ તારી પાસે ને પાસે, હતો તું તો મારી સાથે ને સાથે,
હૈયાના દ્વાર બંધ થઈ ગયા, વિશ્વાસના તાર જ્યાં તૂટી ગયા
હૈયે ત્યાં તો અંધકાર ને અંધકાર છવાઈ ગયા
હિંમત તો જ્યાં મારી તૂટી ગઈ, નિરાશામાં હું ડૂબી ગઈ,
હૈયે અંધકાર છવાઈ ગયો
ભૂલી ભાન આવી હું તો, તાનમાં જ્યાં આવી,
શાન મારું તો ખોઈ દીધું, જ્યાં હૈયે અંધકાર ……
વરસ્યો વરસાદ જ્યારે જીવનમાં આશા અને અપેક્ષાઓનો
તારી ભક્તિમાં ના હું ભીંજાઈ શકી, જીવનમાં જ્યાં હૈયે અંધકાર …..
છવાઈ ગયો હૈયે અંધકાર, છવાઈ ગયો