View Hymn (Bhajan)
Hymn No. 245 | Date: 24-Jul-19931993-07-241993-07-24રંગ બદલતા આ જીવનના તો છે હજાર રંગSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ranga-badalata-a-jivanana-to-chhe-hajara-rangaરંગ બદલતા આ જીવનના તો છે હજાર રંગ,
બદલાતા ને બદલાતા રહેશે રંગો તો જીવનના પળ પળ
તનના છે વસ્ત્રો જ્યાં સુધી, રંગ બદલતા રહેશે
બળી જતા એ વસ્ત્ર તો, રંગો તને ના અસર કરશે
મોહમાયાના રંગે રંગાઈ, એક રંગમાં તું સ્થિર ના થાજે
સાચા વૈરાગ્યમાં રંગાઈ, સ્થિર રહીશ તું તારા રંગમાં
સતગુરુના શરણ વિના, કાર્ય તારું તો ના પાર પડશે
કરશે કૃપા જીવનમાં જ્યારે, એક રંગમાં સદા તું રહેશે
રંગ બદલતા આ જીવનના તો છે હજાર રંગ