View Hymn (Bhajan)
Hymn No. 4420 | Date: 07-Sep-20142014-09-072014-09-07નિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવાનું છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nija-atmasvarupamam-sthira-thavanum-chheનિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવાનું છે
ના કાંઈ લેવાનું છે, ના કાંઈ દેવાનું છે
છે બધું ત્યાં ને ત્યાં, પ્રગટ સ્વરૂપે બધું પામવાનું છે
થયા જ્યાં નિજ સ્વરૂપમાં સ્થિર, ત્યાં જ્ઞાન આપોઆપ પ્રગટવાનું છે
એ તો સ્વરૂપ છે તારું ના કાંઈ પછી સમજવાનું છે કે સમજાવવાનું છે
મૂળ સ્વરૂપ પામતાં જ નિજાનંદમાં તો તને રાચવાનું છે
સ્વરૂપ તારું તો જ્યાં તું જાણશે, આનંદ વિના ના કાંઈ બીજું રહેવાનું છે
ચેતના તારી જ્યાં પરમ ચેતન સાથે જોડાશે, બધું આપોઆપ થવાનું છે
જાણશે ત્યારે કાંઈ નથીમાંથી બધું પામવાનું છે, બધામાંથી કાંઈ નથી રહેવાનું છે
નિજ સ્વરૂપને જાણ્યા વિના, એને પામ્યા વિના, તારી વ્યથાનો અંત ના આવવાનો છે
નિજ આત્મસ્વરૂપમાં સ્થિર થવાનું છે