View Hymn (Bhajan)
Hymn No. 4686 | Date: 19-Mar-20182018-03-192018-03-19એક હું છે જે તું ને ભુલાવે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-hum-chhe-je-tum-ne-bhulave-chheએક હું છે જે તું ને ભુલાવે છે
એક હું છે જે વિવેકહીન બનાવે છે
એક હું છે જે આંધળો બનાવે છે
એક હું છે જે બહેરો બનાવે છે
એક હું છે જે ભ્રમિત તો કરે છે
એક હું છે જે સાચી સમજ હરી લે છે
એક હું છે જે ઉદ્ધત તો બનાવે છે
એક હું છે જે સારા-નરસાનો ફરક ભુલાવે છે
એક હું છે જે પરમેશ્વરને ભુલાવે છે
એક હું છે જે શાંતિ સઘળી હરે છે
એક હું છે જે જીવનધ્યેયને ભુલાવે છે
એક હું છે જે સર્વનાશને નોતરે છે
એક હું છે જે કૃતજ્ઞતાને ભુલાવે છે
એક હું છે જે સતદર્શન ના કરાવે છે
એક હું છે જે સઘળા સામ્રાજ્યનો અંત કરે છે
એક હું છે જે સુખ-સમૃદ્ધિ ને નષ્ટ કરે છે
એક હું છે જે દિશાહીન બનાવે છે
એક હું છે જે સંતાપ ભરપૂર આપી જાય છે
એક હું છે જે ભવભવના ફેરા આપી જાય છે
એક હું છે જે દુઃખના અંત તરફ લઈ જાય છે
એક હું છે જે ખાલી બરબાદી ને બરબાદી આપે છે
એક હું છે જે તું ને ભુલાવે છે