View Hymn (Bhajan)
Hymn No. 4687 | Date: 21-Mar-20182018-03-212018-03-21જડનાં બંધન ઢીલાં કરી, ચેતનમાં પ્રવાહિત કરે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jadanam-bandhana-dhilam-kari-chetanamam-pravahita-kare-chheજડનાં બંધન ઢીલાં કરી, ચેતનમાં પ્રવાહિત કરે છે
તત્ત્વાર્થ ના તત્વને, તું જ તો સમજાવે છે
જીવનમાં છુપાયેલા શિવનાં દર્શન, તું જ તો કરાવે છે
હરએકના હૃદયમાં વસીને, તું જ તો બધું નીરખે છે
તું જ કરે છે, તું જ કરે છે, બધું તો તું જ કરે છે
સમજના એ પડળને ખોલીને, બધું તું જ સમજાવે છે
દૃષ્ટિમાં વસીને જગતનાં દર્શન, તું જ કરાવે છે
અદ્દ્ભુત છે લીલા, તારું કાર્ય તો કરતો રહે છે
સૂતેલા જીવને સમય સમય પર, તું તો જગાડે છે
જડનાં બંધન ઢીલાં કરી, ચેતનમાં પ્રવાહિત કરે છે