View Hymn (Bhajan)
Hymn No. 4685 | Date: 19-Mar-20182018-03-192018-03-19વિચિત્ર વૃત્તિઓના વિચિત્ર ખેલ છે, જગ એક અનોખો મેલ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vichitra-vrittiona-vichitra-khela-chhe-jaga-eka-anokho-mela-chheવિચિત્ર વૃત્તિઓના વિચિત્ર ખેલ છે, જગ એક અનોખો મેલ છે
સમજે હરકોઈ અહીં ખુદને શાણા ને સમજદાર
આવડત કરાવે દર્શન કંઈક ઓર રે, કંઈક બીજું એમાં દેખાય છે
શૂરવીર માનીને ચાલનારો, વખત આવતાં ડરથી ધ્રૂજે થરથર રે
દાની ને દિલદારની ગણતરીવાળાના, હાથમાંથી ના છૂટે ખોટી પાઈ રે
સેવા ને સમર્પણની વાતો કરનારા, ચલાવે પોતાનો હુકમ સરેઆમ રે
દયા-ધર્મથી હાથ જોડનારાઓ તો, લાંચ-રિશવતમાંથી ના નીકળે બહાર રે
કોઈનું સારું કરી ના શકે જીવનમાં, પણ થાય સારું તોય વેદના ના જીરવાય છે
આંખમાં ઈર્ષ્યા, હૈયે વૈર, ને જીવનમાં રહે એ તો કપટથી ભરપૂર રે
કહે કાંઈક, કરે કાંઈક ને વિચારે તો કાંઈક જ રે, એ કળ્યું ના કળાય રે
વિચિત્ર વૃત્તિઓના વિચિત્ર ખેલ છે, જગ એક અનોખો મેલ છે