એક મીઠી યાદ તારી જ્યાં આવી જાય છે, સુખદુઃખનો સાથ ત્યાં છૂટી જાય
આવતા તારી મીઠી યાદ, ભાન આ દેહનું પણ છૂટી જાય છે
ના જાણે કયા પ્રદેશમાં એ લઈ જાય છે, કે આનંદ અનેરો આપી જાય છે
સઘળી ચિંતાઓ, બધા વિચાર એ તો ભુલાવી જાય છે
આવે છે જ્યાં યાદ તારી, ત્યાં બધાથી દૂર મને લઈ જાય છે
ખુદથી જ મને ચોરી, તારા પ્રેમના સાગરમાં ભિંજવી જાય છે
મધહોશીના આલમમાં મને ઘેરી, એ તો જાય છે તારી ….
મુખ પર મારા એ મીઠું હાસ્ય છોડી જાય છે, તારી યાદ…
વર્ષો જૂનો નાતોને દુઃખ દર્દને પળમાં એ તોડાવી જાય છે
હોવા છતાં ક્યાંના ક્યાં એ મને લઈ જાય છે, તારી …..
- સંત શ્રી અલ્પા મા
ēka mīṭhī yāda tārī jyāṁ āvī jāya chē, sukhaduḥkhanō sātha tyāṁ chūṭī jāya
āvatā tārī mīṭhī yāda, bhāna ā dēhanuṁ paṇa chūṭī jāya chē
nā jāṇē kayā pradēśamāṁ ē laī jāya chē, kē ānaṁda anērō āpī jāya chē
saghalī ciṁtāō, badhā vicāra ē tō bhulāvī jāya chē
āvē chē jyāṁ yāda tārī, tyāṁ badhāthī dūra manē laī jāya chē
khudathī ja manē cōrī, tārā prēmanā sāgaramāṁ bhiṁjavī jāya chē
madhahōśīnā ālamamāṁ manē ghērī, ē tō jāya chē tārī ….
mukha para mārā ē mīṭhuṁ hāsya chōḍī jāya chē, tārī yāda…
varṣō jūnō nātōnē duḥkha dardanē palamāṁ ē tōḍāvī jāya chē
hōvā chatāṁ kyāṁnā kyāṁ ē manē laī jāya chē, tārī …..
Explanation in English
|
|
One sweet memory of yours when it comes, the company of happiness and sorrow disappears.
As soon as the sweet memory of yours comes, I lose body conscious.
Do not know in which world it takes me, that it gives me immense joy.
All the worries, all the thoughts it makes me forget.
When I remember you, then it takes me away from all.
It steals me from me, it drenches me in the ocean of your love.
It surrounds me in the world of intoxication, this sweet memory of yours.
It leaves a sweet smile on my face, this sweet memory of yours.
The age old relationships, pain and suffering, it breaks in a moment.
Inspite of all these being there, it takes me far away, this sweet memory of yours.
|