View Hymn (Bhajan)

Hymn No. 1228 | Date: 13-Apr-19951995-04-13નટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=natakhata-o-nandalala-tara-nakhara-hajara-chheનટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છે

તારા એ હજાર નખરાએ, લૂંટયા મારા દિલના કરાર છે

એક એક તારા નખરામાં, છુપાયો પ્રેમને પ્યાર છે

છુપાયેલા તારા પ્રેમને, સમજવો ના આસાન છે

ચાલ ચાલે એવી ક્યારેક કે, જે અમને ના સમજાય છે

ક્યારેક મળે સ્થિરતા તો ક્યારેક અસ્થિરતા આવી જાય છે

વધે વિશ્વાસ ક્યારેક તો, ક્યારેક એ હલી જાય છે

છે અલબેલા તારા રે બધા નૃત્યો, જેમાં દિલ ઝૂમી જાય છે

પામે જો પ્રેમ એકવાર તારો તો, તને ઝંખતો થઈ જાય છે

છોડી સાથ મારો ખાસ, એ તો તારી સંગ આવી જાય છે

નટખટ ઓ નંદલાલા, તારા નખરા હજાર છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

naṭakhaṭa ō naṁdalālā, tārā nakharā hajāra chē

tārā ē hajāra nakharāē, lūṁṭayā mārā dilanā karāra chē

ēka ēka tārā nakharāmāṁ, chupāyō prēmanē pyāra chē

chupāyēlā tārā prēmanē, samajavō nā āsāna chē

cāla cālē ēvī kyārēka kē, jē amanē nā samajāya chē

kyārēka malē sthiratā tō kyārēka asthiratā āvī jāya chē

vadhē viśvāsa kyārēka tō, kyārēka ē halī jāya chē

chē alabēlā tārā rē badhā nr̥tyō, jēmāṁ dila jhūmī jāya chē

pāmē jō prēma ēkavāra tārō tō, tanē jhaṁkhatō thaī jāya chē

chōḍī sātha mārō khāsa, ē tō tārī saṁga āvī jāya chē