View Hymn (Bhajan)
Hymn No. 259 | Date: 27-Jul-19931993-07-271993-07-27એક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-tarapha-tum-kahe-prabhu-chhe-badhum-tara-hathamam-ne-hathamamએક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાં,
કહે જેમ તું એમ હું કરતો જાઉં, બીજી બાજું તારી ઇચ્છા વગર થાતું નથી,
કયું સત્ય છે એમાં, સમજણ મને એની તું આપ,
ક્યારેક કહે હું છું તમારો ને તમારો, તો ક્યારેક નથી હું કોઈનો, કયું સત્ય....
છું હું તો બધામાં, છતાં પણ કહે નથી હું તો ક્યાંય, એમાં કયું સત્ય …..
કહે ક્યારેક તું વસે છે સહુના હૈયામાં, તો ક્યારેક કહે છું બધાથી દૂર છે, કયું સત્ય સાચું
કહે છે તું છે મારી હાજરી તો દરેક જગ્યાએ, તો પણ ક્યાંય તું ના દેખાય …..
એક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાં