View Hymn (Bhajan)
Hymn No. 260 | Date: 27-Jul-19931993-07-271993-07-27તૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tuti-jaum-chhum-hum-dardamam-mara-vikherai-jaum-chhum-gamamam-to-maraતૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારા,
હવે તો કે પ્રભુ હું શું કરું,
ક્યાંથી લઊં નામ તારું રે પ્રભુ, ક્યાંથી ધરું તારું ધ્યાન, જ્યાં હું ખૂદ છું બેભાન
શું છે કમી મારી કોશિશમાં? કે વધી ગઈ છે મારી ઉમ્મીદ પ્રભુ,
જીવનમાં હું તો વિખેરાતી જાઉં,
શું નથી થયો તારી સાથે હજી એકરાર? કે નથી મળ્યો તને મારો તાર,
જીવનમાં હું તો પ્રભુ ખોવાતી ને ખોવાતી જાઉં,
વિશ્વાસ મારો વિખરાતો જાય પ્રભુ, શ્વાસ સરકતા જાય,
જીવન મારું તો તૂંટતું જાય પ્રભુ,
ફૂલથી ભરેલો બગીચો છોડી, વન વગડામાં હું તો અટવાતી જાઉં પ્રભુ,
કહી દે હવે તો તું મને હું શું કરું,
સમજાવી તો જા મને, સંભાળી તોયે તે તો છે,
તું તો દેવ વિજય દેવેન્દ્ર પ્રભુ, મારી અસુરતાનો કરીલે સંહાર પ્રભુ
તૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારા