View Hymn (Bhajan)
Hymn No. 4747 | Date: 10-Aug-20182018-08-102018-08-10જે આ જગતને ચલાવે છે, જે સર્વે લોકોનો નાથ છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=je-a-jagatane-chalave-chhe-je-sarve-lokono-natha-chheજે આ જગતને ચલાવે છે, જે સર્વે લોકોનો નાથ છે
શક્તિ બનીને જગતમાં, જે રહે છે એ છે પ્રભુ
જડમાં, ચેતનમાં, અણુએ અણુમાં વસનારો છે પ્રભુ
પ્રભુ એ કાંઈ ખાલી મૂર્તિમાં નથી, પ્રભુ એ કાંઈ મૂર્તિ નથી
પ્રભુ ખાલી મંદિરમાં રહેતો નથી, પ્રભુ ખાલી મસ્જિદમાં રહેતો નથી
ખાલી પથ્થરમાં જ વસનારો નથી પ્રભુ, પ્રભુ એ કાંઈ મૂર્તિ નથી
સાથી બનાવશો તો સાથ રહેશે, પ્રેમ કરશો તો પાસ સદા રહેશે
શ્વાસેશ્વાસમાં જો વસાવશો, તો નાદ એનો સંભળાવશે
હરપળ હરક્ષણ સાચો સાથી બનીને, સંગ તમારી હસશે ને રમશે
હરકાર્યમાં સૂઝ ને સમજ તમને આપશે, બધું એ જ કરાવશે
નથી અજાણ્યા આપણે એનાથી, ના એ અજાણ્યો છે
તોય કરીએ વ્યવહાર કેવા સંગ એની, એની આપણને જાણ છે
અંતરના અંધકારને હરતો, પળપળ જાગ્રત તમને કરતો, એવો છે પ્રભુ
જ્ઞાનની ધારામાં સતત નવડાવતો, માયામાંથી બહાર કાઢતો
દૂર નહીં, સાથે નહીં, અંતરમાં આવીને વસતો, એવો છે પ્રભુ
કરે કોઈ પ્રેમ એને તો એને એના જેવો બનાવતો છે પ્રભુ
જે આ જગતને ચલાવે છે, જે સર્વે લોકોનો નાથ છે