View Hymn (Bhajan)
Hymn No. 1209 | Date: 26-Mar-19951995-03-261995-03-26એનો ગમો પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eno-gamo-pana-nathi-ena-pratye-anagamo-pana-nathiએનો ગમો પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથી
જાગે છે અહંકાર દિલમાં, એ ગમતું પણ નથી, એના પ્રત્યે અણગમો………
છે હાલત આવી રે મારી કરું શું,એ સમજાતું પણ નથી
જાગે છે ઇચ્છાઓ ઘણી ઘણી એ ગમતું નથી, એના પ્રત્યે…….
થાય છે જ્યાં સુધી પૂરી ઇચ્છાઓ, ત્યાં સુધી કોઈ વાંધો નથી
ન થાતા પૂરી ઇચ્છાઓ, એ ગમતું પણ નથી, અણગમો પણ નથી
જાગે છે દિલમાં ભાવો ઘણા ઘણા, એ ગમતાં પણ નથી, અણગમો પણ નથી
મિટાવવું અસ્તિત્વ પોતાનું, ગમતું પણ નથી, એના પર અણગમો પણ નથી
આપવી પડે છે જે કુરબાની, એમાં મારું મન રાજી નથી
રહેવું આ સંસારમાં પ્રભુ ગમતું પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથી
એનો ગમો પણ નથી, એના પ્રત્યે અણગમો પણ નથી