View Hymn (Bhajan)
Hymn No. 4533 | Date: 09-Jul-20162016-07-092016-07-09એવું તો કોઈ નથી, જેને ના કાંઈ ખબર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=evum-to-koi-nathi-jene-na-kami-khabara-chheએવું તો કોઈ નથી, જેને ના કાંઈ ખબર છે
બધું બધા તો જાણે છે, બધું બધા તો જાણે છે
જન્મ્યા છીએ તો શરણું મરણનું તો લેવાનું છે
રાત પછી સવાર તો થવાની છે, બધા બધું તો જાણે છે
તોય સહુ કોઈ વર્તે એવી રીતે, કે જાણે બધું આમ જ ચાલવાનું છે
નવી નવી ચાલાકીઓ કરી, ચતુર સુજાણ ખુદને માને છે
આદર્યું અધૂરું રહી જાશે, એ જાણ્યા છતાં બધા ભૂલે છે
વેશભૂષા ને બહારી વ્યવહારમાં તો, જાણે પ્રભુને પણ પાછા પાડે છે
અંતરના પરિવર્તનના ખોટા દેખાવમાંથી, ના ઉપર આવે છે
માયાના આંજન આંજીને આંખે, બધું તો ગુમાવે છે
સૃષ્ટિના સર્જનહારનો જાદુ ના ચાલે છે,
માયાના પડાવમાં ચાદર તાણીને સહુ કોઈ ઊંઘે છે
એવું તો કોઈ નથી, જેને ના કાંઈ ખબર છે