View Hymn (Bhajan)
Hymn No. 4534 | Date: 09-Jul-20162016-07-092016-07-09કોઈને ચડ્યા પુણ્યના નશા, કોઈ પાપના રંગેથી રંગાયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koine-chadya-punyana-nasha-koi-papana-rangethi-rangayaકોઈને ચડ્યા પુણ્યના નશા, કોઈ પાપના રંગેથી રંગાયા
કોઈની ચર્ચા સરેઆમ ફેલાઈ, તો કોઈ બંધથી કોસાયા
આપ્યું કોઈએ ભૂખ્યાને ભોજન, કોઈએ મહેલ બંધાવ્યા
કર્યાં કોઈકે તપ, જપ, પૂજન ને આચમન, કોઈએ યજ્ઞ મંડાવ્યા
કર્યું ઘણું જીવનમાં પણ, કરી કરીને બધું કાંઈ ના પામ્યા
ના ઓળખ્યા જ્યાં આત્માને, ત્યાં ના રે કાંઈ પામ્યા
કોઈને ચડ્યા પુણ્યના નશા, કોઈ પાપના રંગેથી રંગાયા