View Hymn (Bhajan)
Hymn No. 4532 | Date: 09-Jul-20162016-07-092016-07-09કરવાનું છે શું, કરવાનું તો કાંઈ નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karavanum-chhe-shum-karavanum-to-kami-nathiકરવાનું છે શું, કરવાનું તો કાંઈ નથી
તોય કરવાનું છે એ તો બસ આટલું ને આટલું
હૃદયમાં સતત ધૂન એક જગાવવાની છે
પ્યારું સ્વરૂપ પ્રભુનું, ચિત્ત પર તો કોતરવાનું છે
નિત્ય નિરંતર તો પૂજા એની કરવાની છે
આળસ ને વિકારોના અંધકારને ત્યજી, જાગ્રત તો થવાનું છે
પ્રભુ તરફ આગળ વધવાનું છે, એના મય થવાનું છે
સતત સ્મરણ, સતત રટણ, એ વિશ્વપતિનું કરવાનું છે
સાચો સાથી ને સંગાથી, એને તો બનાવવાનો છે
કાર્ય જીવનનાં કરતાં કરતાં, એને સમર્પિત કરવાનું છે
કરવાનું છે શું, કરવાનું તો કાંઈ નથી