View Hymn (Bhajan)
Hymn No. 1645 | Date: 01-Aug-19961996-08-011996-08-01વંદન સ્વીકારો ગુરુજી, અમારા પૂજન સ્વીકારો (2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vandana-svikaro-guruji-amara-pujana-svikaroવંદન સ્વીકારો ગુરુજી, અમારા પૂજન સ્વીકારો (2)
ધરીએ આ જીવન તમને ભેટ, અમારી ભેટ તમે સ્વીકારો
નથી રહેવું દૂર હવે અમને, તમે તમારા શરણમાં લઈ લ્યો
ના જોઈએ અમને બીજું રે કાંઈ, તમારા ચરણની સેવા દઈ દ્યો (દો)
કરીએ ભૂલો અમે તો ઘણી, એની માફી અમને તો દઈ દ્યો
ના કરીએ જીવનમાં હવે કોઈ ભૂલ, એવા આશિષ દઈ દ્યો
છે તમારું બધું સમજી બેઠા છીએ એને અમે તો અમારું
અમારી આવી કાચી સમજને હરી, સાચી સમજ તમે તો દઈ દ્યો
માગીમાગીને કરતા રહ્યા છીએ, અમે તો ખૂબ ભૂલો
હોય ને થાય ઉધ્દાર જેમાં અમારો, વરદાન એવું તો દઈ દ્યો
પામી શકીએ શરણું તમારું તો જેમાં, અંતરના આશિષ એવા દઈ દ્યો
વંદન સ્વીકારો ગુરુજી, અમારા પૂજન સ્વીકારો (2)