View Hymn (Bhajan)
Hymn No. 296 | Date: 10-Aug-19931993-08-101993-08-10ગોકુળિયું મારું લાગે છે સૂનુંસૂનું, એક તારા વિણSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=gokuliyum-marum-lage-chhe-sununsunum-eka-tara-vinaગોકુળિયું મારું લાગે છે સૂનુંસૂનું, એક તારા વિણ
નાનુંનાનું ગોકુળિયું મારું લાગે છે સૂનુંસૂનું
વિરહની વેદના આપીને તું તો કયાં છુપાણો
નાનુંનાનું ગોકુળિયું લાગે છે સૂનુંસૂનું, એક તારા વિણ
નયન નીરખવા ચાહે તારું મુખડું હર પળ
નાનુંનાનું ગોકુળિયું લાગે છે સૂનુંસૂનું, એક તારા વિણ
મુરલી વગાડતો તું પાછો જલદીથી આવ
નાનુંનાનું ગોકુળિયું લાગે છે સૂનુંસૂનું એક તારા વિણ
માને ના તારું કહેવું પ્રભુ, તારા દર્શનની જુએ તો વાટ
તારી ગોપી પુકારે તને તો આજ, ઓ પ્રભુ મારા
નાનુંનાનું ગોકુળિયું લાગે છે સૂનુંસૂનું, એક તારા વિણ
ગોકુળિયું મારું લાગે છે સૂનુંસૂનું, એક તારા વિણ