View Hymn (Bhajan)
Hymn No. 297 | Date: 10-Aug-19931993-08-101993-08-10પ્રભુ પ્રેમે ધરી પધારજે મારા હૈયામાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-preme-dhari-padharaje-mara-haiyamamપ્રભુ પ્રેમે ધરી પધારજે મારા હૈયામાં
કોમળ કોમળ તારા ચરણથી, પ્રભુ હૈયું મારું તો કોમળ કરી દેજે
વિશુદ્ધ તારા ચરણકમળથી, પ્રભુ આનંદની જ્યોત લાવી દેજે
પ્રેમ પાઈ પાઈને હૈયામાં રે, મારું જીવન પ્રેમમય બનાવી દેજે
અશુદ્ધ હૈયાને પ્રભુ, તારા સ્પર્શથી શુદ્ધ તું કરી દેજે
મારા હૈયાના આસન પર બેસીને, તું વિકારોને દૂર કરી દેજે
અંધકાર ભરેલા હૈયામાં મારા, પ્રકાશ ફેલાવી તું દેજે
કરૂણાભરી તારી દૃષ્ટિથી, પાવન મને તું કરજે
મારા હૈયાના આસને પ્રભુ, તું આવીને વસજે
તારી આ દાસી પર બસ તું, કૃપા આટલી કરજે
પ્રભુ પ્રેમે ધરી પધારજે મારા હૈયામાં