View Hymn (Bhajan)
Hymn No. 2084 | Date: 16-Apr-19971997-04-161997-04-16હૈયામાં મારા પ્રભુ તારા પ્યારની, ધારા સતત વહેતી રહેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-mara-prabhu-tara-pyarani-dhara-satata-vaheti-raheહૈયામાં મારા પ્રભુ તારા પ્યારની, ધારા સતત વહેતી રહે
મારા ભાવોની ઊર્મિઓ બધી પ્રભુ, તારામાં સમાતી રહે
હરએક શ્વાસ મારો પ્રભુ, યાદ મને તારી અપાવતો રહે
હરએક ક્ષણ મારા જીવનની, તારી નજદીકતા વધારતી રહે
આંખોમાં મારા પ્રભુ તારી, પ્રીતની ધારા વહેતી રહે
તારી મનમોહન મુરત, મારી નજરમાં સદા વસતી રહે
બધી ઇચ્છાઓનું પરિવર્તન, એક જ ઇચ્છામાં થાતું રહે
રહે બસ તને પામવાની ઇચ્છા, બાકી ના કોઈ ઇચ્છા મને રહે
છે મારી ચાહત પ્રભુ તું, મારી ચાહત પ્રભુ તું ને તું રહે
એકરૂપતા ચાહું તારામાં પ્રભુ, મારું ના કોઈ નામોનિશાન રહે
હૈયામાં મારા પ્રભુ તારા પ્યારની, ધારા સતત વહેતી રહે