View Hymn (Bhajan)
Hymn No. 4758 | Date: 05-Nov-20182018-11-052018-11-05હળવા ફૂલ બનીને જીવન જીવો, હસતા-રમતા આગળ વધોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=halava-phula-banine-jivana-jivo-hasataramata-agala-vadhoહળવા ફૂલ બનીને જીવન જીવો, હસતા-રમતા આગળ વધો
જીવન આપ્યું છે પરમાત્માએ, તો એને પામવાને કાજે
સાધીને લક્ષ્ય જીવનનું સતત રહો, જીવન તો એવી રીતે જીવો
ભૂલીને ભાન, બનીને બેફામ, જીવનનો વેડફાટ ના કરો
અંતરના આનંદમાં ડૂબ્યા ડૂબ્યા, સદૈવ તમે તો રહો
હાસ્ય ને આનંદ જીવનનાં અવિભાજ્ય અંગ છે
છલોછલ છલકાવીને, પ્રભુના મસ્તીના રે જામ તમે પીઓ
સંજોગો આવે ને જાય, થોડી શાંતિને થોડી ધીરજ ધરો
પદવી ને હોદ્દાની પાછળ ભાગી, ન ભૂલવાનું તો ના ભૂલો
જીવન છે દેન પ્રભુની, સુંદર સજાવીને એને અર્પણ કરો
હળવા ફૂલ બનીને જીવન જીવો, હસતા-રમતા આગળ વધો